૯૨. દેશકાળની પ્રવૃતિના કારણ પુરૂષ…

૯૨. દેશકાળની પ્રવૃતિના કારણ પુરૂષ જ છે. જો મોટા પુરૂષ રાજી થાય તો આ ને આ દેહે કરીને સ્વર્ગના જેવું સુખ ભોગવે ને કુરાજી થાય તો આ ને આ દેહે કરીને જમપુરીના જેવું દુઃખ થાય. માટે વર્તમાનકાળ મોટાના હાથમાં છે.

૯૧. પછી વળી વાત કરી જે, મોલની…

૯૧. પછી વળી વાત કરી જે, મોલની આવરદા અઢી મહિનાની છે. પણ દરરોજ ખેતરને સેઢે જાવ તો વધે છે કે નહિ એ ખબર ન પડે. એમ આપણી આવરદા ઓછી થાય છે. કાળ આપણને ખાય છે પણ ખબર પડતી નથી. ઇ તો જેને સંકલ્પ ગણતા આવડતા હોય એને ખબર પડે કે કાળ આપણને ખાય છે. સંકલ્પ છે ઇ જ કાળ છે.

૯૦. આ લોકમાં ને ઓલ્યા લોકમાં બહુ તફાવત…

૯૦. આ લોકમાં ને ઓલ્યા લોકમાં બહુ તફાવત છે. આ લોકમાં નકરું દુઃખ જ છે. ને ઓલ્યા લોકમાં નકરું સુખ જ છે. આ લોકામાં વિકૃતિ છે ને ઓલ્યા લોકમાં આનંદ છે. પણ આ લોકમાં  એટલું સારું છે કે પરલોકમાં અહિંયાથી જ જવાય.

૮૮. જેમ લુવાર ધગેલા લોઢાને સાણસાથી…

૮૮. જેમ લુવાર ધગેલા લોઢાને સાણસાથી પકડે છે એમ તમારે ગૃહસ્થોએ ભગવાનની આજ્ઞા રૂપી સાણસામાં રહીને વીષય ભોગવવા. પ્રયોજન માત્ર ભોગવવા. નહિતર ગમે એવો હોય એનો પણ ઠા ન રહેવા દ્યે. પંચવિષય તો વેગળા રાખવા કર્યા છે. ઝેર કાંઇ ખાવા માટે નથી કર્યું. એવા જીવ હોય એના માટે કર્યું છે. એમ પંચવિષય આપણે માટે નથી કર્યા. પણ માયાના જીવ માટે કર્યા છે.

૮૭. સ્વામીએ વાત કરી જે, એકની સાથે …

૮૭. સ્વામીએ વાત કરી જે, એકની સાથે એવો જીવ બાંધવો કે આપણી ખોટય કાઢે. આપણને રોકે, આપણી ભૂલ કાઢે એવો કયાંથી મળે ? વઢીને કામ લેતો હોય એની સાથે જીવ બાંધવો. વખાણીને કામ લેતો હોય એની સાથે જીવ ન બાંધવો.

૮૬. ખાધા, પીધાની લાલચે કે સારા…

૮૬. ખાધા, પીધાની લાલચે કે સારા સારા પદાર્થની લાલચે સત્સંગમાં રહિશું તો બહુ ખોટ જાશે. એ તો વાસીદામાં સાંબેલું ગયું એટલી જ ખોટ. માટે કોઇની સામું ન જોવું. આપણે આપણું સુધારી લેવું.  ઇ ભજન કરીને આવ્યા છે ને આપણે કરવાનું બાકી છે. એમ માનીને ભજન કરવા મંડી પડવું.

૮૫. તે ચોસઠપદીની પંકિત બોલીને વાત…

૮૫. તે ચોસઠપદીની પંકિત બોલીને વાત કરી જે પોતામાં માલ મનાય એ જ માયા છે. નીચાણમાં જ પાણી ભરાય પણ ટેકરા ઉપર પાણી ન ભરાય. ભગવાનના ભક્ત પાસે નીચા થવાય તો જ ગુણ આવે. અચિંત્યાનંદબ્રહ્મચારી નાના છોકરા પૂજા કરતા હોય એની પાસે બેસીને એને પણ પગે લાગતા. માટે નીચા થવામાં જ માલ છે.

૮૪. પછી સ્વામીએ વાત કરી જે ભગવાન…

૮૪. પછી સ્વામીએ વાત કરી જે ભગવાન જેવા એક ભગવાન જ છે. એ જેવો બીજો કોઇ કોટિ કલ્પે થાવા સમર્થ નથી ને થાશે પણ નહિ. માટે સ્વામિનારાયણ એક જ છે. એ જેવો બીજો કોઇ સમર્થ નથી.

૮૩. સ્વામીએ વાત કરી જે, ઝાડ હોય…

૮૩. સ્વામીએ વાત કરી જે, ઝાડ હોય ત્યાં પક્ષી બધાય રાત્રિએ ભેગા થાય ને સવારે સૌ સૌ રસ્તે વયા જાય. એમ એક ઘરમાં પાંચ માણસ ભેગા થયા હોય તેમાં પોતપોતાના કર્મ અનુસાર પાછા સૌ સૌને રસ્તે ચડી જાય.  તેમ આપણે ભગવાન સ્વામિનારાયણના સંબંધથી ભેગા થયા છીએ. તો ટેમ આવ્યે જરૂર અક્ષરધામમાં જાશું. આપણું ગજુ નથી પણ આવો શુભ સંકલ્પ કરવો તો આપણા ઇષ્ટદેવ સમર્થ છે. તે આપણા સંકલ્પ પુરા કરશે.