૧૦૦. પછી સ્વામીએ સભામાં વાત કરી જે…

૧૦૦. પછી સ્વામીએ સભામાં વાત કરી જે, ભજન કરજો ને સંપ રાખજો. સંપમાં રોટલા છે ને કુસંપમાં ગોળાનું પાણી પણ સૂકાઇ જાય. સંપ હોય તો તિલમાં ત્રણ સમાય જાય.

૯૯. પછી સ્વામીએ વાત કરી જે ભગવાનની…

૯૯. પછી સ્વામીએ વાત કરી જે ભગવાનની કળા કેવી છે ? તો માણસ ભગવાનની ઇચ્છાથી મરી જાય છે. તો પણ કોઇ એમ ન કહે કે ભગવાને મારી નાખ્યો. અને જન્મે ત્યારે એમ કહે કે ભગવાને દીકરો દીધો એવી ભગવાનની કળા છે.

૯૮.અરે ભાઇ ! આ લોકમાં નહિ રહેવાય…

૯૮.અરે ભાઇ ! આ લોકમાં નહિ રહેવાય પણ આપણે તો આ લોકમાં રહેવાનો જ ઠરાવ કર્યો છે. જગતના કર્તા બ્રહ્મા જાય તો  ભલે જાય પણ મારે નથી જાવું. એવો આ જીવનો ઠરાવ છે. પણ એક દિવસ તો બધાયને જાવાનું નક્કી છે. માટે ભગવાન ભજી લેવા.

૯૭. પછી સ્વામીએ વાત કરી જે, દાઢી ધોળી…

૯૭. પછી સ્વામીએ વાત કરી જે, દાઢી ધોળી થઇ જાય તો પણ વચનામૃતનાં શબ્દો ન સમજાય. પરલોકમાં રહેતા હોય એનાથી જ વચનામૃતનાં શબ્દો સમજાય. સતારૂપે નહિ રહી શકીએ તો દોષ સૂળીએ ચડાવ્યા વિના નહિ રહે. ખાડામાં જમપુરીમાં નાખી દેશે. કામ, ક્રોધ, સ્વાદ, સ્નેહ, માન ઇ બધાય મરેલ મકોડા જીવતાને ઢસડી જાય છે. દેહ છે ઇ મરેલ છે ઇ જીવને ઢસડી જાય છે.

૯૬. પછી સ્વામીએ વાત કરી જે, આ લોકમાં…

૯૬. પછી સ્વામીએ વાત કરી જે, આ લોકમાં ભાઇ ભાઇ કહે તો ભાઇ ફૂલાય જાય પણ એમાં ફાયદો નથી. ખાવામાં, મોટાઇમાં, જાજી પ્રજામાં, જાજા રૂપિયામાં, જાજી માન મોટાઇમાં સુખ નથી. જેવું ભજનમાં સુખ છે તેવું બીજે નથી. માટે ભજન કરી લેવું.

૯૫. સાચા ભાવથી હાથ જોડે તો કાટિ…

૯૫. સાચા ભાવથી હાથ જોડે તો કાટિ કલ્પે ભગવાનનું ધામ ન મળે ઇ હાથ જોડવા માત્રમાં મળી જાય. બીજો જન્મ લેશો તો પણ આ જ વાત સમજવાની છે. આ જન્મે પણ આ જ વાત સમજવાની છે.

૯૩. પછી સ્વામીએ વાત કરી જે શીક્ષાપત્રી…

૯૩. પછી સ્વામીએ વાત કરી જે શીક્ષાપત્રી સુદર્શન ચક્ર છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને અંબરીષ રાજાની રક્ષામાં સુદર્શન ચક્ર મુક્યું હતું તેમ આપણી રક્ષામાં શીક્ષાપત્રી છે.  માટે શીક્ષાપત્રી પ્રમાણે વર્તશું તો સદાય સુખીયા રહીશું ને ભગવાન આપણી રક્ષા કરશે.

૯૨. દેશકાળની પ્રવૃતિના કારણ પુરૂષ…

૯૨. દેશકાળની પ્રવૃતિના કારણ પુરૂષ જ છે. જો મોટા પુરૂષ રાજી થાય તો આ ને આ દેહે કરીને સ્વર્ગના જેવું સુખ ભોગવે ને કુરાજી થાય તો આ ને આ દેહે કરીને જમપુરીના જેવું દુઃખ થાય. માટે વર્તમાનકાળ મોટાના હાથમાં છે.

૯૧. પછી વળી વાત કરી જે, મોલની…

૯૧. પછી વળી વાત કરી જે, મોલની આવરદા અઢી મહિનાની છે. પણ દરરોજ ખેતરને સેઢે જાવ તો વધે છે કે નહિ એ ખબર ન પડે. એમ આપણી આવરદા ઓછી થાય છે. કાળ આપણને ખાય છે પણ ખબર પડતી નથી. ઇ તો જેને સંકલ્પ ગણતા આવડતા હોય એને ખબર પડે કે કાળ આપણને ખાય છે. સંકલ્પ છે ઇ જ કાળ છે.