દર્શન તથા કથા નો સમય

  • સવારે આરતી નો સમય : ૦૦:૦૦ થી ૦૦:૦૦
  • સાંજે આરતી નો સમય : ૦૦:૦૦ થી ૦૦:૦૦
  • ———————————————–
  • સવારનો કથા નો સમય : ૦૦:૦૦ થી ૦૦:૦૦
  • સાંજે કથા નો સમય : ૦૦:૦૦ થી ૦૦:૦૦

Coming Soon..!!

આ પુસ્તક તમારી માટે ટુંક સમય માં online પ્રકાશિત કરવામાં આવશે. કૃપયા થોડા સમય પછી ફરી મુલાકાત લો…

અનુક્રમણિકા

૦૪૫ ધર્મનિષ્ઠ માણાવદરના મયારામ ભટ્ટ
૦૪૬ લોધિકા દરબાર અભયસિંહજી
૦૪૭ ચાંદગઢના રણછોડવિપ્ર
૦૪૮ સમઢિયાળાના ભોજા ભગત
૦૪૯ પીપળિયાના ગલાભગત
૦૫૦ કારજડી નાઘેરના કાનાભગત
૦૫૧ રાજકોટનાં માવજીભાઇ મિસ્ત્રી
૦૫૨ મેંગણી દરબાર માનસિંહ (માનભા)
૦૫૩ મેંગણી દરબાર અર્જુનસિંહજી
૦૫૪ કમીગઢના રૈયાભાઇ દેસાઇ
૦૫૫ આખાના સવજી મહેતા
૦૫૬ પીઠવાજાળના કરસન લુહાર
૦૫૭ પીઠવાજાળના ખીમાભાઇ ડોબરિયા
૦૫૮ અમરેલીના આમદ અને મકન
૦૫૯ ખોડી રૂગનાથપુરના અરજણભાઇ વેકરિયા
૦૬૦ ગોંડલના નિષ્ઠાવાન શેખમિયા
૦૬૧ નોર ગામના શુદ્ધ ઉપાસક સુરા વરૂ
૦૬૨ દાડમાના ધર્મવાન નથુ મહારાજ
૦૬૩ જેતપુરના રતાભાઇ બસિયા
૦૬૪ માણાવદરના શ્રીહરિના સખા અલસી ઘાંચી
૦૬૫ કાલસારીના વૃક્ષના વારસદાર ભીમાભગત
૦૬૬ મેઘપુરના સુંદરજીભાઇ વણિક
૦૬૭ દીવ બંદરના વિશ્વાસુ ભક્ત લક્ષ્મીચંદ
૦૬૮ વીરપુર ગઢિયાના મેપાભાઇ સુતરિયા
૦૬૯ ટીંબી ગામના ભુટા શેઠ
૦૭૦ ગામ ધારીના જાદવજીભાઇ વણિક
૦૭૧ ગોંડલના જાદવજીભાઇ
૦૭૨ પીઠવાજાળના માવજીભાઇ દેસાઇ
૦૭૩ જૂનાગઢનો લંગડો મીર
૦૭૪ ટીકરનેસના નૈષ્ઠિક અમરા ભગત
૦૭૫ જેતપુરના હરજીભાઇ કાપડિયા
૦૭૬ આંબાના દેવશી લુહાર
૦૭૭ પીઠવડીના ભગો અને મૂળો
૦૭૮ મેઘા પીપળિયાના રામ ધાધલ
૦૭૯ ભાદરાના વિવેકી હિરાભાઇ
૦૮૦ કમઢિયાળાના ધૈર્યશાળી લાલા ભગત
૦૮૧ શેડુભારના સવદાસ પટેલ
૦૮૨ રતનપરના જસમતભાઇ
૦૮૩ મોરબીના દેદલભગત
૦૮૪ ભુજના સુંદરજીભાઇ સુથાર
૦૮૫ માંડવીના શુષ્ક વેદાંતી ખૈયા ખત્રી
૦૮૬ કંથકોટના કચરા ભગત
૦૮૭ ભુજના પ્રાગજી દવે
૦૮૮ સામત્રા કચ્છના દેવજીભગત
૦૮૯ ભુજના ગંગારામ મલ્લ
૦૯૦ કાળા તળાવના રવજી સુથાર
૦૯૧ હજુરી પાર્ષદ વીર ભગુજી
૦૯૨ પેથાપુરના વરસો ખેર
૦૯૩ કુંડાલના કલાભગત
૦૯૪ અમદાવાદના સ્વરૂપનિષ્ઠ દામોદર
૦૯૫ અમદાવાદના ડોસાતાઇ
૦૯૬ મેથાણના અજા પટેલ
૦૯૭ મેમકાના મૂળજી શેઠ
૦૯૮ ધ્રાંગધ્રાના બેચર પંચોળી
૦૯૯ મેથાણના કાકાભાઇ
૧૦૦ વઢવાણના શૂરવિર કેસરમિયા
૧૦૧ તાવી ગામનો નાનજી હાંડો
૧૦૨ અમદાવાદના નથુ ભટ્ટ
૧૦૩ લુણાવાડાના માવજી સુથાર

પ્રસ્તાવના

સદ્‌.શ્રી નિષ્કુળાનંદસ્વામીએ ભક્ત ચિંતામણિ ગ્રંથના પ્રકરણ ૧૩૯ માં સત્સંગીઓની મહત્તા દર્શાવતા લખ્યું છે કે,

સુંદર જશ સતસંગીનો, જે સુણશે વારંવાર
પરિશ્રમ વિના પામશે, આ ભવસાગરનો પાર
સાંભળતા સંકટ ટળે, વળી કે’તા કળી મળ જાય
દર્દી સંભારે જો દર્દમાં, તેની શ્રીહરિ કરે સહાય

સત્સંગીનો મહિમા, યશ, સદ્‌ગુણ જે કોઇ વારંવાર ગાશે, કહેશે, સાંભળશે, વાંચશે તે વગર પ્રયાસે સંસારરૂપી ભવસાગર તરી જશે અને તેના તમામ દુઃખો દૂર થશે તેમજ કોઇ બીમાર વ્યકિત પથારીના બીછાને સૂતા સૂતા ભગવાનના ભક્તના ગુણોને સંભારે તો શ્રીહરિ જરૂર તેને સહાય કરશે.

તેજ પ્રમાણે ભક્તજનોની મહત્તા વર્ણવતા આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ હરિલીલામૃત કળશ ૭, વિશ્રામ ૭૬ અને કળશ ૩, વિશ્રામ ૧૬માં કહે છે કે,

હરિભક્ત તણા આખ્યાન, સુણિયે થઇ સાવધાન
તેથી તેના ગુણ આવે, પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે
આવા આવા સુણે જે આખ્યાન, થાય પવિત્ર તેહના કાન
તન શુદ્ધી તો તિરથ સ્નાને, મન શુદ્ધી તો આવા આખ્યાને
એવા ભક્તનું આખ્યાન ગાય, એનું અંતર નિર્મળ થાય
એવા થાય હરિજન જેહ, તેનો સુફળ થયો નર દેહ

જેમ સ્નાન કરવાથી દેહની શુદ્ધિ થાય છે, તેમ આવા સત્સંગીઓના આખ્યાનો ગાવાથી મનની શુદ્ધિ થાય છે ને અંતરમન નિર્મળ થાય છે તેમજ સંપ્રદાયમાં દરેક અંગોની પુષ્ટી હરિભક્તો દ્વારા જ થાય છે, એવો અલૌકિક મહિમા સમજીને ભક્તચરિત્રના આ ગ્રંથનું નામ ‘‘ભક્ત કલ્પતરૂ’’ રાખવામાં આવ્યું છે. જેમ કલ્પવૃક્ષ નીચે બેસીને કલ્પના સિધ્ધ થાય છે તેમજ એકાંતિક ભક્તનાં પ્રસંગે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.

વચનામૃત ગ.મ.પ્ર. ૬૩ માં શ્રીજીમહારાજે પોતાના અંતરની વાર્તા કહી છે કે, ‘ભગવાનના ભક્ત છે, તે તો કેવળ બ્રહ્મનીજ મૂર્તિઓ છે.

એને વિશે તો મનુષ્યભાવ લાવવો જ નહીં અને જેમ પોતાના દેહના કુટુંબી હોય છે, ને તેને તેના હિતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઇને આંટી પડતી નથી તેમ ભગવાનના ભક્ત સંગાથે વર્ત્યુ જોઇએ અને જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંઘાથે આંટી પડી જાય છે, તે તો અમને દીઠો પણ ગમતો નથી, આ સંસારમાં પંચમહાપાપના કરનારાનો કોઇ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઇ દિવસ છૂટકો થતો નથી.

તેમજ સદ્‌.શ્રી ગુણાતીતાનંદસ્વામીએ કહ્યું છે કે, ‘ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એટલો જ સત્સંગ અને સો જન્મનો શુદ્ધ બ્રાહ્મણ સોમવલીનો પીનારો હોય તેના કરતા પણ ભગવાનનો ભક્ત સ્વપચ હોય તો પણ શ્રેષ્ઠ છે અને આખા બ્રહ્માંડને જમાડવું તેના કરતા એક ભગવદિયને જમાડવો શ્રેષ્ઠ છે.’

તેમજ ગુરૂદેવ શ્રી જોગીસ્વામીએ સાક્ષાત્‌ સવિતામા કહ્યું છે કે, ‘આત્મસતારૂપે રહેવું એના કરતા પણ ભગવાનના ભક્ત ભેળુ રહેવું એ અધિક સુખ છે. ભગવાનના ભક્તને દેખીને જમ પણ ભાગી જાય છે. આલોક અને પરલોકમાં સાથીદાર તો ભગવાનના ભક્ત છે. અમૃત તો ભગવાનના ભક્ત પાસે જ છે.

અમૃત તે શું ? તો સ્વભાવનું ખંડન કરે છે, એ જ ભક્ત પાસે અમૃત છે. ભગવાનના ભક્તના સંકલ્પથી અનંત કીડીઓનો મોક્ષ થઇ ગયો તો ભગવાનની શકિત કેવી હશે ? કહી નશકાય એવા છે.’

તેમજ પ.પૂ.સદ્‌.શ્રી દેવપ્રસાદદાસજીસ્વામી કહે છે, ‘શ્રીજીમહારાજના સંબંધવાળા ભક્તની કથા વાંચવાથી કે સાંભળવાથી આપણા જીવમાં સત્સંગનું બળ વધે છે તેમજ નિષ્ઠા, સેવા, અને નિયમ પાળવાની પ્રેરણા મળે છે.’

શ્રી સ્વામિનારાયણ મંદિર પીપલાણા અને શ્રી સહજાનંદ સ્વામી ગુરૂકુલ વંથલી સોરઠના આદ્યસ્થાપક ગુરૂદેવ શ્રી જોગી સ્વામી ધર્મપ્રસાદદાસજીએ વિ.સં.૨૦૩૧ની સાલમાં શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજીને કહેલું કે, ‘તમે ભક્ત ચિંતામણિનાં ૧૧૨ માં પ્રકરણમાં લખેલ સાંખ્યયોગી, કર્મયોગી ભક્તોના જીવન આખ્યાન લખો.’

તે સાંભળીને પૂ.સ્વામીશ્રીના કૃપાપાત્ર શ્વેતાંબરી સંત પ.ભ. જેઠાબાપાએ કહ્યું, ‘‘તે ભક્તોના જીવન પ્રસંગો તો ભવિષ્યમાં બીજા કોઇ લખશે ને તમે તો સ્વામીશ્રી જે વાતો કરે છે એજ લખો.’’

આ રીતે ગુરૂદેવ શ્રી જોગીસ્વામીનો શુભ સંકલ્પ અને જેઠાબાપાના સંકેતને સાકાર કરવા અમો નિમિત્ત બન્યા તે માટે અમારા જીવનને બહુ ધન્યભાગી માનીએ છીએ.

આ ભકતકલ્પતરૂ ગ્રંથના સંકલનમાં જૂનાગઢ નિવાસી પ.ભ. રણછોડભાઇ કરશનભાઇ સોલંકી તથા મુદ્રણ કાર્યમાં પાચાણી ચિરાગભાઇ, ચુડાસમા જામભા, કોરડિયા જયંતભાઇ, મારૂ પરબતભાઇ વગેરે ભક્તોએ અથાગ પરિશ્રમ કરી સહકાર આપ્યો છે તે સર્વેનું શ્રીહરિકૃષ્ણ મહારાજ સર્વ પ્રકારે મંગળ વિસ્તારે.

અનેક પ્રયત્નો કરવા છતા આ લેખન કાર્યમાં વ્યાકરણની અશુદ્ધિ, પ્રેસદોષ કે મતિદોષથી કોઇ ક્ષતિ રહી ગઇ હોય તો વાંચકવર્ગ હંસ નિરક્ષિર ન્યાયે ક્ષમા કરશો.

લી. સાધુ ભકિતજીવનદાસના સ્નેહપૂર્વક
જયશ્રી સ્વામિનારાયણ

અનુક્રમણિકા

૦૦૧ સ્થિતપ્રજ્ઞ અગતરાયના પર્વતભાઇ
૦૦૨ પક્ષનિષ્ઠ પંચાળાના ઝીણાભાઇ
૦૦૩ સત્સંગ પોષક ભક્તરાજ કલ્યાણભાઇ
૦૦૪ સૂપેડીના દૃઢ નિશ્ચયી ડાયાભાઇ ડઢાણિયા
૦૦૫ માણસાના વાલેરા વરૂ
૦૦૬ ઇન્દ્રિયજીત થાણાગાલોળના માવા ભગત
૦૦૭ સ્થિતિવાન માંગરોળના ગોવર્ધનશેઠ
૦૦૮ આજ્ઞાપાલક જેતપુરના જીવા જોશી
૦૦૯ આશીર્વાદપાત્ર ગોંડલના જેઠા મહારાજ
૦૧૦ ટીંબીના પૂર્વના સંસ્કારી વીરાભાઇ સાંખટ
૦૧૧ નૈષ્ઠિકવ્રતધારી ટીંબીના અમરા ભગત
૦૧૨ માંગરોળના સ્થિતિવાન આણંદજીભાઇ સંઘેડિયા
૦૧૩ ઉપલેટાના સમાધિનિષ્ઠ લાલાબાપા સોજીત્રા
૦૧૪ ભાયાવદરના ત્યાગનિષ્ઠ વસ્તાભગત
૦૧૫ ભાયાવદરના વિતરાગી કેશવભગત
૦૧૬ દીનમાંથી બન્યા બહાઉદ્‌ીનભાઇ વજીર
૦૧૭ ખોરાસાના આહીર રાજાભાઇ
૦૧૮ શેરગઢના મૂળજીભાઇ લોહાણા
૦૧૯ બારપટોળીના ભક્તરાજ કાળુ વાવડિયા
૦૨૦ બારપટોળીના આલાસુથાર અને ધનાસુથાર
૦૨૧ ઉપલેટાના શૂરવીર વેરાભાઇ
૦૨૨ ગોખરવાળાના સેવાર્થી પ્રેમજીભગત
૦૨૩ ગણોદના ભજનિક અલીભાઇ
૦૨૪ ગણોદ દરબાર અભયસિંહજી
૦૨૫ ગોંડલના ઐશ્વર્ય પામનાર શેખજી
૦૨૬ ઉનાના દાનેશ્વરી ભગત ગણેશ શેઠ
૦૨૭ જાળિયાના સેવાનિષ્ઠ હીરાભાઇ ઠક્કર
૦૨૮ માંગરોળના મેઘજીભાઇ સુખડિયા
૦૨૯ અગતરાયના ભીમભાઇ મારડિયા
૦૩૦ માણાવદરના શ્રધ્ધાવાન ગોવિંદરામ ભટ્ટ
૦૩૧ ધ્રોળના લોભમૂર્તિ પ્રેમજી શેઠ
૦૩૨ પીપલાણાના નરસિંહ મહેતા
૦૩૩ જૂનાગઢના આશ્રયવાન ગોવાભાઇ ભંગી
૦૩૪ મઢડાના બ્રહ્મનિષ્ઠ જેઠાભાઇ મેર
૦૩૫ સમઢિયાળાના વીરાભાઇ શેલડિયા
૦૩૬ છત્રાસાના પાતાભાઇ
૦૩૭ જૂનાગઢના ચકુભાઇ નાગર
૦૩૮ જૂનાગઢના ટેકીલા ગોકળદાસ ભાટિયા
૦૩૯ બંધિયાના વચનમૂર્તિ ડોસા વાણિયા
૦૪૦ જૂનાગઢના જેમલ મેર
૦૪૧ જમનાવડના સેવાભાવી દાદાભાઇ
૦૪૨ જૂનાગઢના રૂપશંકર કીકાણી
૦૪૩ જૂના સાવરના જીવણા ખુમાણ
૦૪૪ લીલાખાના મૂંજા સુરુ

Coming Soon..!!

આ પુસ્તક તમારી માટે ટુંક સમય માં online પ્રકાશિત કરવામાં આવશે. કૃપયા થોડા સમય પછી ફરી મુલાકાત લો…

Coming Soon..!!

આ પુસ્તક તમારી માટે ટુંક સમય માં online પ્રકાશિત કરવામાં આવશે. કૃપયા થોડા સમય પછી ફરી મુલાકાત લો…

Coming Soon..!!

આ પુસ્તક તમારી માટે ટુંક સમય માં online પ્રકાશિત કરવામાં આવશે. કૃપયા થોડા સમય પછી ફરી મુલાકાત લો…